સુરતમાં છઠ્ઠા માળેથી નીચે પડી જતા 19 વર્ષના યુવકનું કરુણ મોત,હજુ 2 મહિના પહેલાં સગાઈ થઇ હતી.

સુરત(surat):રાજ્યભરમાં મોતના સમાચાર ખુબ જ સામે આવી રહ્યા છે,હાલમાં જ વધુ એક મોતનો બનાવ સામે આવ્યો હતો.,સુરતના ભિમરાડમાં એક નવનિર્મિત બિલ્ડિંગમાં છઠ્ઠા માળેથી પટકાતા 19 વર્ષીય યુવકનું મોત નીપજ્યું હતું.

મળતી માહિતી અનુસાર,મૂળ મધ્યપ્રદેશ અને સુરતમાં ભિમરાડ વિસ્તારમાં બાંધકામ સાઈટ પર કામ કરતા વિનુભાઈ ડામોર પરિવાર સાથે ત્યાં જ રહેતા હતા. પરિવારમાં બે સંતાન છે, મોટો 19 વર્ષીય દીકરો અલ્કેશ છેલ્લા ત્રણ વર્ષથી પિતા સાથે કામ કરતો હતો. અલ્કેશ છઠ્ઠા માળે સ્લેબ ભરવાના કામકાજમાં લોડિંગ લિફ્ટમાંથી આવતા મટિરિયલ ખાલી કરાવવાનું કામ કરી રહ્યો હતો.

અચાનક લિફ્ટ માલ ખાલી કરતા સમયે લાકડાનો ટેકો તૂટી જતા છઠ્ઠા માળેથી લિફ્ટના પાલકમાં નીચે પડી ગયો હતો,જેથી અલ્કેશને તાત્કાલિક સારવાર માટે ખાનગી હોસ્પિટલમાં લઈ જવાયો હતો. જ્યાં ટુકી સારવાર દરમિયાન તેનું મોત થયું હતું.

આ  ઘટના બનતા જ પોલીસ ઘટના સ્થળે દોડી આવ્યા હતા,આ ઘટના અંગે મૃતકના પિતા વિનુભાઈ ડામોરે જણાવ્યું હતું કે, પુત્ર 3 વર્ષથી જ સાથે કામે લાગ્યો હતો. બે મહિના પહેલા જ તેની સગાઈ કરી હતી. આગામી માર્ચ મહિનામાં લગ્ન થવાના હતા એ પહેલા જ આ ઘટના બની છે. ઘટનાને પગલે પરિવાર ખુબ જ ઊંડા આઘાતમાં ગરકાવ થયો છે.