વડોદરામાં અકસ્માતમાં પિતાની નજર સામે 18 વર્ષના દીકરાનું કરુણ મોત…જોઇને ધ્રુજી જશો.

વડોદરા(vadodara):રાજ્યભરમાં અકસ્માતના બનાવ ખુબ જ સામે આવી રહ્યા છે,હાલ વધુ એક અકસ્માતનો બનાવ વડોદરામાંથી સામે આવ્યો છે,વડોદરામાં ઘટનામાં એક ડમ્પર ચાલકે બાઈક પર સવાર પિતા-પુત્રને અડફેટેમાં લીધા હતા.

મળતી માહિતી મુજબ,આ ઘટનામાં મૃત્યુ પામેલા દીકરાની ઉંમર 18 વર્ષની હતી અને તેનું નામ ક્રિષ્ણા હતું. ક્રિષ્ણા મંજુસર ગામના બળવંત તલાવડી પાસે પોતાના પરિવાર સાથે રહેતો હતો. ક્રિષ્ણા પોતાના પિતા સાથે બાઈક પર જઇ રહ્યો હતો.

ટક્કર એટલી જોરદાર હતી કે બાઈક પર સવાર પિતા-પુત્ર હવામાં ઉપર ફંગોળાઈ ગયા હતા. પિતા ડમ્પરથી દૂર ફંગોળાઈ ગયા હતા. જ્યારે પુત્ર ડમ્પરના ટાયરની નીચે આવી ગયો હતો.પુત્ર ખુબ જ ગંભીર રીતે ઘવાયો હતો,અને ઘટના સ્થળે મોત થયું હતું.

પિતાની નજર સામે જ દીકરાનું કરુણ મોત થયું હતું,અકસ્માતમાં  એકના એક દીકરાનું દુખદ મોત થતા પરિવાર પર આભ તૂટ્યા જેવી સ્થિતિ સર્જાઈ હતી.