સુરતમાં આપઘાતના કિસ્સા માં ખુબ જ વધારો,એક સાથે 5 વ્યક્તિ એ આપઘાત નાં કિસ્સા સામે આવ્યા.

સુરતમાં છેલ્લા 24 કલાકમાં 5 આપઘાતના બનાવ સામે આવ્યા છે. જેમાં મોટા વરાછામાં આવાસમાં રહેતા BCA ફર્સ્ટ યરમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીએ ગળાફાંસો ખાઇ આપઘાત કરી લીધો હતો. વિદ્યાર્થીએ કયા કારણોસર પગલું ભર્યું તે હાલ જાણી શકાયું નથી. આપઘાતના કારણ અંગે વધુ તપાસ પોલીસ કરી રહી છે. આ સાથે જ ઇચ્છાપોર, લિંબાયત, ડિંડોલીમાં ત્રણ યુવાન અને ઉધનામાં પ્રૌઢે જીવન ટુંકાવ્યું હતું.

મોટા વરાછા

મૂળ ભાવનગર જિલ્લાનાં ઉમરાળાના વતની અને હાલ મોટા વરાછા અબ્રામા રોડ પર આવેલા સુમન સહકાર આવાસ ખાતે રહેતા અમિતભાઈ સવાણી હાર્ડવેરની દુકાન ચલાવી, પત્ની અને બે પુત્રોનું ભરણપોષણ કરી રહ્યા છે. બે પુત્ર પૈકી મોટો 19 વર્ષીય ક્રિશ BCAના ફર્સ્ટ યરમાં અભ્યાસ કરી રહ્યો હતો. દરમિયાન પોતાના ઘરમાં ક્રિશે રૂમમાં છતની સાથે નાયલોનની દોરી બાંધી ગળે ફાંસો ખાઈ આપઘાત કરી લીધો હતો.

પુત્ર ફોન નહીં ઉપાડતા પિતા ઘરે જતા પુત્ર ફાંસો ખાધેલી હાલતમાં મળી આવ્યો હતો. વધુમાં મૃતક ક્રિશે કારણોસર પગલું ભર્યું તે હાલ પ્રાથમિક તબક્કે જાણી શકાયું નથી.

ક્રિશે પિતા પાસેથી વાપરવાના પૈસા માંગ્યા હતા. જેથી પિતાએ તેને પૈસા પણ આપ્યા હતા. દરમિયાન તેણે કયા કારણસોર પગલું ભર્યું તે અંગે ઉત્રાણ પોલીસ તપાસ કરી રહી છે. આમ કોમ્યુટરના અભ્યાસક્રમ સાથે સંકળાયેલ જુવાનજોધ ક્રિશે કયા કારણોસર આપઘાક કર્યો એ રહસ્ય અકબંધ રહ્યું છે.

ઉધના

ઉધનામાં ખરવરનગર પાસે બચકાનીવાલા સ્કુલ નજીકમાં રહેતા 57 વર્ષીય બિપીનભાઇ વસંતભાઇ જરીવાલાએ ઘરમાં છતના હુક સાથે દુપટ્ટો બાંધી ગળેફાંસો ખાઇ જીવન ટુંકાવ્યું હતું. પોલીસે કહ્યું કે, બિપીનભાઇ છેલ્લા કેટલાક સમયથી પ્રેશર, ડાયાબીટીસ સહિતની બીમારીથી પીડાતા હતા.

જેથી તે માનસિક તાણ અનુભવતા આ પગલુ ભર્યુ હોવાની શક્યતા છે. તેમને સંતાનમાં એક પુત્ર અને એક પુત્રી છે. બિપીનભાઇ ​​​​​​​કાપડ યુનિટમાં નોકરી કરતા હતા.

ઇચ્છાપોર

ઇચ્છાપોરમાં મોરાગામમાં સિધ્ધીવિનાયક ખાતે રહેતો 26 વર્ષીય ગોલુકુમાર વિજયસિંગ રાતે ઘરમાં કોઇ કારણોસર ટેન્શનમાં છતના પાઇપ સાથે મફલર બાંધી ગળાફાંસો ખાઇ આપધાત કર્યો હતો. તે મૂળ બિહારનો વતની હતો. તે હજીરાની કંપનીમાં નોકરી કરતો હતો.

લિંબાયત

લિંબાયતમાં સહાજાનંદ સોસાયટીમાં રહેતો 36 વર્ષીય સંજીવ અશોક બેસાણે ગત રાતે ઘરમાં અગમ્ય કારણે હુક સાથે સાડીનો છેડો બાંધી ગળે ફાંસો ખાઇ આત્મહત્યા કરી હતી. તેને એક સંતાન છે. તે સાડી ફોલ્ડીંગનું કામ કરતો હતો.

​​​​​​​ડીંડોલી

ડીંડોલીમાં લક્ષ્મીનારાયણ સોસાયટીમાં રહેતો 27 વર્ષીય અરવિંદ રામફેર યાદવે ગત સાંજે ઘરમાં એંગલ સાથે દોરી બાંધી ગળે ફાંસો ખાઇ આપધાત કર્યો હતો. અરવિંદના આપઘાતનું કોઈ કારણ જાણી શકાયું નથી.