રાજકોટ(Rajkot):આજ કાલ આપઘાતના કીસ્સા ખુબ જ સામે આવી રહ્યા છે,હાલ રાજકોટમાં વધુ એક આપઘાતનો બનાવ સામે આવ્યો છે, આ ઘટનામાં નર્સનો અભ્યાસ કરતી એક વિદ્યાર્થીનીએ ગળાફાંસો ખાઈને સુસાઇડ કર્યું છે. વિદ્યાર્થીનીએ રાજકોટ-જામનગર રોડ પર મોરબી હાઉસ સામે ક્વાર્ટર માં ગળાફાંસો ખાધો હતો.
ઘટનાને લઈને મૃત્યુ પામેલી દીકરીના પિતાએ જણાવ્યું કે, મારે સંતાનોમાં બે દીકરાઓ અને ત્રણ દીકરીઓ છે. સૌથી મોટી દીકરી છાયા જે અપરિણિત છે અને તે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં નર્સ તરીકે નોકરી કરે છે. છાયા રાજકોટના મોરબી હાઉસ પ્યુન કવાર્ટરમાં રહે છે.
છાયાની સાથે મારી 24 વર્ષની દીકરી અસ્મિતા પણ રહે છે. અસ્મિતા સોઢા કોલેજમાં GNMનો કોર્સ કરતી હતી.અસ્મિતાની સગાઈ બે વર્ષ પહેલાં સિધ્ધરાજ નામના વ્યક્તિ સાથે થઈ હતી. સિધ્ધરાજ વડોદરામાં બેંકમાં નોકરી કરતો હતો.
સિધ્ધરાજ વધુ પડતો તેના ભાભી સાથે રહેતો હતો. આ કારણોસર મારી દીકરી અસ્મિતા અને તેના મંગેતર સિધ્ધરાજ વચ્ચે છેલ્લા ત્રણ મહિનાઓથી ફોન પર તકરારો ચાલી રહી હતી. આ બાબતે અસ્મિતા એ મને પણ વાત કરી હતી. 15-20 દિવસ પહેલા મેં સિધ્ધરાજ ને પૂછ્યું હતું કે તું આવું શા માટે કરે છો? તમારે બંનેને બનતું ન હોય તો છુટા થઈ જાવ. ત્યારે સિધ્ધરાજ એ મને કહ્યું હતું કે હું મારા માતા-પિતાને પૂછીને જવાબ આપીશ.