આજે આ કંપની ભારતનું પ્રથમ સ્માર્ટ એર ફ્રાયર કરશે લોન્ચ, જાણો વીશેષતાઓ

Xiaomi તેના સ્માર્ટ ડિવાઇસ પોર્ટફોલિયોમાં વધુ એક સ્માર્ટ ડિવાઇસ ઉમેરવાની તૈયારીમાં છે. 9 ઓગસ્ટના રોજ, એટલે કે આજે, Xiaomi ભારતમાં Xiaomi Smart Air Fryer 3.5L લોન્ચ કરશે. આ ભારતનું પ્રથમ સ્માર્ટ એર ફ્રાયર બનવા જઈ રહ્યું છે. આ પ્રોડક્ટ ભારતમાં Xiaomiની આઠમી વર્ષગાંઠના અવસર પર લોન્ચ કરવામાં આવી રહી છે. Xiaomiનું કહેવું છે કે, હવે આ એર ફ્રાયરથી રસોડું વધુ હાઈટેક બનવા જઈ રહ્યું છે, તેની મદદથી ખૂબ જ ઓછા તેલનો ઉપયોગ કરીને ખાવાનું તળી શકાય છે. આ સાથે, તેમાં બેકિંગ, કૂકિંગ, ડિફ્રોસ્ટ, રિહિટ જેવા 50થી વધુ સ્માર્ટ ફંક્શન ઉપલબ્ધ છે અને તેની મદદથી દહીંને ફ્રીઝ કરી શકાય છે.

Xiaomi Smart Air Fryer 3.5Lની કિંમત

Xiaomi તરફથી આ Xiaomi Smart Air Fryer 3.5L 9,999 રૂપિયાની કિંમતે લોન્ચ કરવામાં આવશે. તે Miની સત્તાવાર સાઇટ, Mi Home, ઇ-કોમર્સ વેબસાઇટ Amazon અને રિટેલ સ્ટોર્સ પરથી પણ ખરીદી શકાય છે. Xiaomi સ્માર્ટ એર ફ્રાયરને 9 થી 15 ઓગસ્ટની વચ્ચે પ્રી-ઓર્ડર પર રૂ. 2,000નું ડિસ્કાઉન્ટ પણ મળશે. Xiaomi Smart Air Fryer 3.5L 18 ઓગસ્ટથી ખરીદી શકાશે.

Xiaomi Smart Air Fryer 3.5Lની વિશિષ્ટતાઓ

Xiaomi Smart Air Fryer 3.5L ભારત પહેલા ફ્રાન્સમાં લોન્ચ કરવામાં આવ્યું છે. કંપનીના જણાવ્યા અનુસાર, ખૂબ જ ઓછા તેલનો ઉપયોગ કરીને અને કોઈપણ ધુમાડા વિના ખોરાકને તળી શકાય છે. Xiaomi Smart Air Fryer 3.5L માં OLED ડિસ્પ્લે પેનલ છે, જે તાપમાન અને સમય દર્શાવે છે. Xiaomi સ્માર્ટ એર ફ્રાયર 3.5L 40 થી 200 ડિગ્રી સેલ્સિયસ તાપમાન, ડ્યુઅલ સ્પીડ ફેન અને 1500W હીટિંગ પાવર માટે સપોર્ટ સાથે 360 ડિગ્રી એર સર્ક્યુલેશન હીટિંગ સાથે આવે છે. તેમાં 24 કલાક સુધીનો રસોઈ સમય પણ છે.
Xiaomi Smart Air Fryer 3.5Lની કનેક્ટિવિટીની વાત કરીએ તો તેમાં બ્લૂટૂથ 4.0, કસ્ટમ કૂકિંગ મોડ, Mi Home અને Google Assistant સપોર્ટ જેવા ફીચર્સ પણ ઉપલબ્ધ છે. Xiaomi સ્માર્ટ એર ફ્રાયર 3.5L 50 થી વધુ સ્માર્ટ ફંક્શન્સ સાથે આવે છે જેમ કે, બેકિંગ, કુકિંગ, ડિફ્રોસ્ટિંગ, રિ-હીટિંગ અને ડિહાઇડ્રેટિંગ ફળો અને તમને ઓછા સમયમાં દહીં ફ્રીઝ કરવા દે છે.