ભાવનગર જિલ્લામાં નારી વંદન અંતર્ગત મહિલા સુરક્ષા દિવસની ઉજવણી કરવામાં આવી મહિલાલક્ષી યોજનાઓથી ૧૦૦ થી વધુ મહિલાઓને માહિતગાર કરવામાં આવી

ભાવનગર જિલ્લામાં નારી વંદન અંતર્ગત મહિલા સુરક્ષા દિવસની ઉજવણી કરવામાં આવી મહિલાલક્ષી યોજનાઓથી ૧૦૦ થી વધુ મહિલાઓને માહિતગાર કરવામાં આવી સમગ્ર રાજ્યમાં આજથી ’’નારી વંદન ઉત્સવ”ની શરૂઆત થઇ છે તે અંતર્ગત મહિલા સુરક્ષા દિન નિમિત્તે ભાવનગરના મહુવાના જૈન સમાજ હોલ ખાતે ઘરેલું હિંસા અધિનિયમ-૨૦૦૫ અંતર્ગત સેમિનાર યોજાયો હતો. તા. ૦૧/૦૮/૨૦૨૨ થી ૦૭/૦૮/૨૦૨૨ દરમિયાન સમગ્ર રાજ્યમાં ’નારી વંદન ઉત્સવ’ તરીકે યોજવાનું નક્કી કરવામાં આવેલ છે. જેમાં નિયત થયેલ થીમ મુજબ તા. ૦૧/૦૮/૨૦૨૨ ના રોજ તા. મહુવા જિ. ભાવનગર ખાતે મહિલા અને બાળ અધિકારી કચેરી, ભાવનગર દ્વારા મહિલા સુરક્ષા દિન નિમિત્તે ઘરેલું હિંસા અધિનિયમ-૨૦૦૫ અંતર્ગત સેમિનાર યોજાયો હતો. જેમાં દહેજ પ્રતિબંધક અધિકારીશ્રી ડો. સોનલ બી.પટેલ, એડવોકેટશ્રી બીકલીશબેન મુનશી – જિલ્લા કાનૂની સેવા સત્તામંડળ, મકવાણા શિલ્પાબેન પી.એસ.આઇ.શ્રી – મહુવા પોલીસ સ્ટેશન, જીજ્ઞાબેન-મેનેજર NRLM , ઉત્થાન સંસ્થાના સંચાલકશ્રી મેઘનાબેન સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યાં હતાં. મહુવા ખાતે કાર્યરત મહિલામંડળની તમામ તાલીમાર્થી બહેનો અને મહુવાની અન્ય સ્થાનિક ૧૦૦ થી વધુ બહેનો/ દિકરીઓને આ સેમિનારમાં ઘરેલું હિંસા અધિનિયમ-૨૦૦૫, દહેજ પ્રતિબંધક અધિનિયમ-૧૯૬૧, કામકાજના સ્થળે જાતીય સતામણી અધિનિયમ-૨૦૧૩, મહિલાઓ માટે સરકારશ્રીની અન્ય યોજનાઓ જેવી કે, સખી વન સ્ટોપ સેન્ટર, પોલીસ સ્ટેશન બેઇઝ્ડ સપોર્ટ સેન્ટર યોજના તેમજ મહિલા અભયમ હેલ્પ લાઇન ૧૮૧ અંતર્ગત માહિતી તથા મહિલાઓને બાળ વિકાસ વિભાગ અંતર્ગત કાર્યરત વિવિધ યોજનાઓ વિશે યોજનાકીય માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.