પતિ પત્ની ઓર વો : લસકાણા ખાતે કારખાનામાં બંને ઈસમો મજૂરી કામ કરતા હતા

સુરતના લસકાણા સ્થિત મજૂરી કામ કરતા બે ઈસમો દ્વારા જઘડામાં એક ઇસમની હત્યા કરી નાખવાનો બનાવ સામે આવ્યો હતો જેમાં નેપાળી યુવક પોતાની પત્નીને તેના પ્રેમી સાથે કઢંગી હાલતમાં જોય લેતા પત્નીના પ્રેમીની હત્યા કરી નાખી હતી જોકે સરથાણા પોલીસે હત્યારાની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે..

સુરતના સરથાણામાં પત્નીને પ્રેમી સાથે કઢંગી હાલતમાં જોઈ પતિએ આવેશમાં આવી પ્રેમીની હત્યા કરી નાખી હતી. સરથાણા પોલીસે મહિલાના પતિ દીનેશ ચૌધરીની ધરપકડ કરી છે. હત્યારો દીનેશ મૂળ નેપાળનો વતની છે. જયારે મરણજનાર અફરીદી બિહારનો વતની છે. લસકાણા રામદેવ ઈન્ડસ્ટ્રીયઝમાં શીવમ ફેશનના ખાતામાં દીનેશ ચૌધરી પત્ની સાથે રહેતો હતો દીનેશની પત્ની અનીતા નજીકના કારખાનામાં નોકરી કરતા મોહંમદ અફરીદી શેખ સાથે આડા સંબધો હતા.

વહેલી સવારે અનીતા પતિ સાથે સૂતી હતી તે વખતે મોહંમદ અફરીદીએ અનીતાને મેસેજ કરી મળવા માટે ઘર નીચે બોલાવી હતી. આથી અનીતા મળવા માટે નીચે રૂમમાં ગઈ હતી. બીજી તરફ અનીતાનો પતિ જાગી જતા તેણે આજુબાજુ પત્નીને શોધી છતાં મળી ન હતી. આથી પતિએ નીચે રૂમમાં આવતા પત્ની પ્રેમી સાથે કઢંગી હાલતમાં જોઈ હતી. આથી ગુસ્સામાં પતિએ પત્નીના પ્રેમી અફરીદીને તિક્ષ્ણ હથિયારના પર ઘા ઝીંકી દીધા હતા. પ્રેમીને માથાના ભાગે ઉપરાછાપરી ઘા મારતા તેનું ઘટના સ્થળે મોત થયું હતું.જે ઘટના બન્યા બાદ તાત્કાલિક સરથાણા પોલીસ ઘટના સ્થળે દોડી આવી હતી અને હત્યારાને પકડી પાડી ધરપકડ કરવામાં આવી હતી