અટકળો બાદ રાજનીતિમાં જોડાવવાને લઈને વિશ્વ ઉમિયાધામના પ્રમુખે આપ્યું આ નિવેદન

અગાઉ જે રીતે નરેશ પટેલના રાજકારણમાં જોડાવવાને લઈને અટકળો વહેતી સામે આવી હતી ત્યારે વિશ્વ ઉમિયાધામના પ્રમુખના રાજકારણમાં જોડાવવાને લઈને પણ અટકળો જોવા મળી હતી ત્યારે આ સમગ્ર મામલે પાટીદાર અગ્રણી અને વિશ્વ ઉમિયાધામના પ્રમુખ એવા આર.પી. પટેલે રાજનીતિમાં જોડાવવાને લઈને મોટું નિવદેન આપ્યું છે. જેમણે એક ઈન્ટરવ્યૂમાં સ્પષ્ટ કરતા કહ્યું હતું કે, હું ક્યારેક રાજકારણમાં નહીં જોડાઉં. ખાસ કરીને સોશિયલ મીડીયામાં નરેશ પટેલ બાદ તેમની રાજકારણમાં જોડાવવાને લઈને અટકળો ચાલી રહી હતી ત્યારે તેમણે આ મામલે આ વાત કહેતા. રાજનીતિમાં જોડાવવાનો પૂર્ણ વિરામ આવ્યો હતો. રાજ્યમાં વિધાનસભાની ચૂંટણીઓ નજીક છે, ત્યારે આ પ્રકારે સામાજિક સંસ્થાઓના વડાઓની રાજનીતિમાં આવવાની અટકળો વધુ તેજ બની રહી છે.

ઉમિયાધામ દ્વારા આઝાદીના 75 વર્ષની ઉજવણી નિમિત્તે મીડિયા સમક્ષ વાત કરતા વિશ્વ ઉમિયાધામના પ્રમુખ આરપી પટેલે કહ્યું કે, હું ક્યારેય રાજનીતિમાં નહીં જોડાઉં. આ સાથે વધુમાં તેમણે કહ્યું હતુ કે, જેમને રાજનીતિ કરવી હોય તે સંસ્થાથી દૂર રહે. વિશ્વ ઉમિયાધામ સંસ્થા માત્ર સમાજના ઉત્થાન માટે કાર્યરત છે. સાથે જ આર.પી. પટેલે એવી પણ વાત કરી હતી કે, જે લોકો સંસ્થા સાથે જોડાઈ રહ્યા છે, તેઓ રાજકીય એજન્ડા સાથે ના આવે અને સંસ્થાને રાજકીય અખાડો પણ ના બનાવે તેમ તેમણે જણાવ્યું હતું. આ સાથે તેમણે વધુમાં કહ્યું હતું કે, હું ક્યારેય કોઈ રાજકીય ક્ષેત્રે મારો હોદ્દો નથી ઈચ્છતો આ ઉપરાંત તેમણે એવું પણ કહ્યું હતું કે, ક્યારેય મને રાજકારણમાં કોઈ હોદ્દો લઈને સામાજિક પ્લેટફોર્મ પર એને રાજકીય મહેચ્છાનું સાધન બનાવવાનો વિચારા ક્યારેય નથી આવ્યો. આ સાથે તેમણે એ પણ કહ્યું હતું કે, પોલિટિકલ એજન્ડાને સાઈડમાં રાખીને જે પણ કામ કરતા હોય તેમણે કામ કરવું જોઈએ.