સુરતના જાણીતા કાર્ડીઓલોજિસ્ટ ડો. નિલેશ પરશોત્તમ એ શેર કરી ભાવનાત્મક પોસ્ટ “જાગતી આંખે જોયેલું ભયાનક સપનું.”

 

સુરતના જાણીતા કાર્ડીઓલોજિસ્ટ ડો. નિલેશ પરશોત્તમ એ શેર કરી ભાવનાત્મક પોસ્ટ “જાગતી આંખે જોયેલું ભયાનક સપનું.”

સુરતના જાણીતા કાર્ડીઓલોજિસ્ટ ડો. નિલેશ પરશોત્તમ એ પોતાના ફેસબુક પેજ પર એક ફોટો શેર કર્યો હતો તથા લોકો માટે સંદેશા રૂપ માહિતી શેર કરી હતી જે નીચે મુજબ છે.

nilesh parshottam

Nightmare!!! Public Awareness.
જાગતી આંખે જોયેલું ભયાનક સપનું.
ગઈ કાલનો દિવસ (18/12/21) પૂરો કર્યા પછી હજુ હું સુતો નથી, just હમણાં જ ઘરે પહોંચ્યો છું (19/5/21, 5 am), છતાં પણ કોઈ એક વખતે સુધરશે એવી આશા સાથે આ પોસ્ટ લખું છું.
માત્ર ત્રણ કલાકની અંદર ત્રણ હાર્ટએટેકનાં દર્દીઓ. સૌથી નાનો 29 વર્ષનો, બીજા બે ની ઉંમર 41 અને 50 વર્ષની.
આમાંથી બે દર્દીઓને વેન્ટીલેટર ઉપર રાખવા પડ્યા છે.
એમાંથી સૌથી નાની વયના દર્દીનું હૃદય બંધ પડી ગયું હતું જેને પંપીંગ કરીને (Cardiopulmonary Resuscitation) દ્વારા ચાલુ કરવું પડેલું.
ત્રણેયના ઘર માત્ર તેમની કમાણી થી ચાલે છે.
સૌથી નાની વયના દર્દીના ત્રણ મહિના પછી લગ્ન લેવાના છે.
એ ત્રણેયની અંદર જે કોમન હતું એ હતું કે તમાકુનું સેવન.
શું આપણે નક્કી કરી લીધું છે કે શરીરમાં કઈ નુકશાની થાય પછી જ તમાકુ બંધ કરીશું ?
તમારા શરીર ઉપર માત્ર તમારો જ ભાગ નથી તમારા પરિવારનો પણ એટલો જ અધિકાર છે.
શું તમે ક્યારેય તમારી ગેરહાજરી વગરના તમારા પરિવારની કલ્પના કરી છે?
હૃદયરોગ અને કેન્સર દુનિયામાં મૃત્યુ માટેના મુખ્ય કારણો છે, જેનું એક કારણ તમાકુ છે.
કોઈ એક વ્યક્તિ પણ આ પોસ્ટ વાંચીને તમાકુ છોડે, તો લખાણ સાર્થક થયું ગણાશે.
સમાજ અને દેશ વ્યસન મુક્ત બને એ જ પ્રાર્થના.