છેલ્લા એક વર્ષમાં આ સ્ટૉકમાંથી થઇ અઢળક કમાણી, જાણીલો..

 

ડોલી ખન્નાએ કંપનીના શેરહોલ્ડિંગ પેટર્ન મુજબ પોન્ડી ઓક્સાઇડ્સ એન્ડ કેમિકલ LTD (POCL) માં રોકાણ કર્યું છે. ડોલી ખન્નાએ POCLમાં 3.64% સ્ટોક અથવા 2,11,461 શેર ખરીદવાનું નક્કી કર્યું છે.

 

રશિયા-યુક્રેન યુદ્ધને કારણે વિશ્વભરના બજારો અનિશ્ચિત છે. પરંતુ આ મુશ્કેલ સમયમાં પણ ઘણા એવા રોકાણકારો છે જેઓ સતત પૈસા કમાઈ રહ્યા છે. ડોલી ખન્નાએ કંપનીના શેરહોલ્ડિંગ પેટર્ન મુજબ પોન્ડી ઓક્સાઇડ્સ એન્ડ કેમિકલ LTD (POCL) માં રોકાણ કર્યું છે.

 

ડોલી ખન્નાએ POCLમાં 3.64% સ્ટોક અથવા 2,11,461 શેર ખરીદવાનું નક્કી કર્યું છે. કંપનીએ નાણાકીય વર્ષ 2022 ના છેલ્લા ક્વાર્ટરના ડેટામાં આ માહિતી શેર કરી છે. તમને જણાવી દઈએ કે, અગાઉના ક્વાર્ટરમાં તેમની પાસે કંપનીમાં કોઈ શેર નહોતા.

 

છેલ્લા એક વર્ષમાં આ કંપનીના શેરોએ રોકાણકારોને ઘણી કમાણી કરી છે. એપ્રિલ 2021માં કંપનીના એક શેરની કિંમત 212 રૂપિયા હતી. જે વધીને રૂ.910ના સ્તરે પહોંચી ગયો છે. એટલે કે લગભગ 328% રિટર્ન મળ્યું છે. ઉલ્લેખનીય છે કે, ડોલી ખન્નાએ શારદા ક્રોપકેમ, સંદુર મેંગેનીઝ અને આયર્ન ઓર અને ખેતાન ફર્ટિલાઇઝર જેવા મલ્ટિ-બેગર સ્ટોક્સમાં પણ રોકાણ કર્યું છે.

 

ડોલી ખન્ના 1996થી શેરબજારમાં પૈસાનું રોકાણ કરી રહી છે. તેનો પોર્ટફોલિયો તેના પતિ રાજીવ ખન્ના સંભાળે છે. ચેન્નાઈ સ્થિત ડોલી ખન્નાની પસંદ ઓછી લોકપ્રિય શેરો છે.

 

આ શેર 36 પૈસાથી 80 રૂપિયા પર પહોંચ્યો, એક વર્ષમાં 50 હજાર રોકાણકારોએ બનાવ્યા 1.11 કરોડ રૂપિયા :

 

આ કંપનીના શેરે છેલ્લા એક વર્ષમાં 22,219 ટકાથી વધુ વળતર આપ્યું છે. આ વર્ષે પણ શેરે અત્યાર સુધીમાં 2,651% થી વધુ વળતર આપ્યું છે. કંપનીના શેર રૂ.80 સુધી પહોંચ્યા હતા.

 

આ સમયગાળા દરમિયાન શેરે તેના રોકાણકારોને 18,161.36% વળતર આપ્યું હતું. તેવી જ રીતે, આ વર્ષે તેણે 2,651.71% વળતર આપ્યું છે. 3 જાન્યુઆરી, 2022ના રોજ કંપનીનો શેર રૂ. 2.92 હતો.  એટલે કે આ શેરે એક મહિનામાં 138.43% રિટર્ન આપ્યું છે. છેલ્લા પાંચ ટ્રેડિંગ સેશનમાં શેર 21.37% વધ્યો છે.

 

કેસર કોર્પોરેશન લિમિટેડના શેર 5 મે 2021ના રોજ BSE પર શેર દીઠ 36 પૈસાના સ્તરે હતા,  આ સમયગાળા દરમિયાન, તેણે તેના રોકાણકારોને 22,219.44% નું મજબૂત વળતર આપ્યું છે. તે જ સમયે, છેલ્લા છ મહિનામાં, આ સ્ટોક 44 પૈસા (18 ઓક્ટોબર 2021 ના ​​રોજ BSE પર બંધ ભાવ) થી વધીને 80.35 રૂપિયા થઈ ગયો છે.